193
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી.
મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યે આરએસએસ હેડક્વાર્ટરમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી.
જો કે કઈ બાબતને લઈને આ બેઠક બોલાવવામાં આવી હતી તે જાણી શકાયુ નથી.
આ સિવાય, શરદ બોબડેએ મહેલ વિસ્તારમાં RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે,રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈ જે શરદ બોબડે પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા, તેમને પણ તાજેતરમાં જ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે. તેથી RSSના વડા અને શરદ બોબડે વચ્ચેની બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે.
You Might Be Interested In