News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central govt) ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G-20) જૂથના ભારતના શેરપા તરીકે નીતી આયોગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતાભ કાંત(Amitabh Kant)ની નિમણૂક કરવાની જાહેરાત ગુરુવારે કરી છે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયુષ ગોયલ(Piyush Goyal)ની જગ્યા લેશે.
દેશમાં પ્રથમ વખત 2023ની સાલમાં G-20 સમિતનું આયોજન કરવામાં આવવાનું છે. આ નિમણૂક મહત્વની ગણાય છે કે કારણે 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી ભારતમાં G-20ની અધ્યક્ષતામાં ભારત(India)માં 2023ની સાલમાં પહેલી વખત G-20 સમિટનું આયોજન કરવામાં આવવાનું છે.
G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક અને ઉભરતા અર્થતંત્ર માટેનું પ્રીમિયર ફોરમ(premium forum) છે અને વૈશ્વિક આર્થિક શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત
અમિતાભ કાંત, બ્યુરોક્રેટ હતા અને સરકારી નોકરી આયોગમાંથી ગયા મહિને જ રિટાયર્ડ થયા છે. તેઓ G-20 સમિટમાં સરકારના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના વ્યક્તિગત પ્રતિનિધિ બનશે.
શેરપા તરીકે અમિતાભ કાંત(Amitabh Kant) વિવિધ નીતિના મુદ્દાઓ પર ભાગીદાર દેશો સાથેની પ્રી સમિટ મીટિંગ્સ અને વાટાઘાટો માટે જવાબદાર રહેશે.
પીયુષ ગોયલ, જે કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન અને ટેક્સટાઇલ્સના કેન્દ્રીય પ્રધાન પણ છે. તેમની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શેરપાની નિમણૂક કરવામાં આવી હતી.
નિષ્ણાતોના કહેવા મુજબ આ વર્ષે ડિસેમ્બરથી G-20નું અધ્યક્ષપદ ભારત પાસે આવવાનું હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં યોજાનારી અસંખ્ય બેઠકોમાં સમય ફાળવવા માટે સંપૂર્ણ સમયના શેરપાની જરૂર હતી.
પીયૂષ ગોયલને પહેલેથી જ રાજ્યસભા(rajya Sabha)ના નેતા જેવી અન્ય દબાણયુક્ત ફરજો સોંપવામાં આવી છે, તેથી તેઓ વધુ સમય શેરપા તરીકે આપી શકે તેમ નહોતા.
G-20 દેશો વિશ્વના કુલ સ્થાનિક ઉત્પાદનના 80 ટકાથી વધુ, આંતરરાષ્ટ્રીય વેપારના 75 ટકા અને વિશ્વની વસ્તીના 60 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. 1999 માં તેની સ્થાપના પછીથી ભારત G-20 નો સભ્ય રહ્યો છે.