News Continuous Bureau | Mumbai
Excise policy case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં તેની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતાં સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ તેમની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. એટલે કે તે 25 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇડીના ધરપકડ કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ હાલ તેને જેલમાં જ રહેવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે.
આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal Bail: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા, પણ મુખ્યમંત્રી નહીં આવે જેલની બહાર; જાણો કારણ.