Site icon

   Excise policy case:  જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ! રાઉઝ એવન્યુ કોર્ટે  આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી 

 Excise policy case:અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. રાઉઝ એવન્યુ કોર્ટે  25 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી છે.. 

Excise policy case Delhi court extends judicial custody of CM Arvind Kejriwal till July 25

Excise policy case Delhi court extends judicial custody of CM Arvind Kejriwal till July 25

 News Continuous Bureau | Mumbai

Excise policy case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં તેની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થતાં સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ તેમની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. એટલે કે તે 25 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇડીના ધરપકડ કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ હાલ તેને જેલમાં જ રહેવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે.

આ સમાચાર પણ વાંચો :   Arvind Kejriwal Bail: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા, પણ મુખ્યમંત્રી નહીં આવે જેલની બહાર; જાણો કારણ.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version