News Continuous Bureau | Mumbai
Exit Polls Results 2023: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ( Assembly Election 2023 ) ના પરિણામો 3 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર થવાના છે. તેલંગાણા ( Telangana ) માં 30 નવેમ્બરે મતદાનના ( voting ) છેલ્લા તબક્કાની સાથે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમના એક્ઝિટ પોલ ( Exit Polls ) આ ચૂંટણીઓમાં જનતાનો મૂડ જાહેર કરી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ ( Congress ) પાંચેય રાજ્યોમાં પોતાની જુની લયમાં પાછી ફરતી દેખાઈ રહી છે, ત્યારે ભાજપ ( BJP ) પણ દરેક રાજ્યની દરેક સીટ પર રસાકસીની લડાઈમાં જોવા મળી રહ્યું છે.
ટાઈમ્સ નાઉ ઈટીજીના સર્વેમાં આ સવાલ પૂછવામાં આવ્યો છે કે રાજ્યોની ચૂંટણીમાં ( state elections ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) નામ પર કેટલા વોટ પડ્યા , તેમની ટકાવારી કેટલી છે અને જો રાજ્યોમાં આ સ્થિતિ છે તો આ પરિણામની 2024 શું અસર થશે. ટાઈમ્સ નાઉ ETG અનુસાર, આ ચૂંટણીઓમાં PM મોદીના નામ પર 28 ટકા વોટ પડ્યા છે, જ્યારે 26 ટકા વોટ હિન્દુત્વના નામે અને 12 ટકા વોટ રાષ્ટ્રવાદના નામે પડ્યા છે. આ સિવાય વર્તમાન સરકારથી અસંતોષના કારણે 32 ટકા વોટ પડ્યા હતા.
કોંગ્રેસ તેલંગાણા અને છત્તીસગઢમાં આગળ છે….
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વે) મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને આગળ બતાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ તેલંગાણા અને છત્તીસગઢમાં આગળ છે અને તેમાં વધારો થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War: આટલા દિવસો પછી પણ રશિયા સામે યુદ્ધમાં કેવી રીતે ટક્યું છે યુક્રેન…. જાણો હાલ રશિનાની યુદ્ધમાં શું છે સ્થિતિ…
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા, ટુડેઝ ચાણક્ય અને ઈન્ડિયા ટીવી-સીએનએક્સે મધ્યપ્રદેશમાં ભાજપ માટે મોટી જીતની આગાહી કરી હતી જ્યારે મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપ માટે નજીકની હરીફાઈની આગાહી કરવામાં આવી હતી. એક્ઝિટ પોલ્સ એ પણ સૂચવે છે કે મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા હોઈ શકે છે કારણ કે જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) વચ્ચે નજીકની સ્પર્ધા છે. આ પૂર્વોત્તર રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી પાછળ જોવા મળી હતી.