ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. તેની સાથે દેશમાં વેકસીનેશન પણ ચાલી રહ્યું છે.
ભારત બાયોટેકની કોવેક્સીન નું 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવા માટે અરજીને મંજૂરી મળી છે.
આ ક્લિનિકલ ટ્રાયલ 525 બાળકો પર કરવામાં આવશે, તે દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની એમઆઈએમએસ હોસ્પિટલોમાં હશે.
જોકે અરજી અનુસાર ભારત બાયોટેકને ફેઝ 3નું ટ્રાયલ શરુ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા શેર કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે આ અરજી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી દ્રારા કરવામાં આવી હતી.
