ફેસબુકે ભારતમાં 15 મેથી 15 જૂન વચ્ચે 10 ઉલ્લંઘન શ્રેણીમાં 3 કરોડથી વધુ સામગ્રીઓ પર કાર્યવાહી કરી છે. જયારે ઇંસ્ટાગ્રામે આ દરમિયાન 9 શ્રેણીમાં આશરે 20 લાખ સામગ્રી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સોશિયલ મીડિયા કંપનીએ આઇટી નિયમોનું પાલન કરતા જાહેર કરેલી પોતાની પ્રથમ માસિક અનુપાલન રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
ફેસબુકે કહ્યુ કે તેમનો આગામી રિપોર્ટ 15 જુલાઇએ પ્રકાશિત કરવામાં આવશે જેમાં યૂઝર્સને મળેલી ફરિયાદો અને તેને લઇને કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી હશે.
મહત્વપૂર્ણ છે કે નવા આઇટી નિયમ હેઠળ મોટા ડિઝિટલ પ્લેટફોર્મ (50 લાખ યૂઝર્સથી વધુ)ને દર મહિને અનુપાલન રિપોર્ટ જાહેર કરવી પડશે, જેમાં તેમણે મળેલી ફરિયાદ અને તેને લઇને કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપશે.
