229
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
કેન્દ્ર સરકાર સામેના કૃષિ આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે.
ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢુનીએ પોતાની નવી રાજકીય પાર્ટી ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ લોન્ચ કરી છે.
આ પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.
ચઢુનીએ મીડિયા સમક્ષ પાર્ટીના હોદ્દેદારોની પણ જાહેરાત કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, રાજકારણ પ્રદુષિત થયુ છે અને તેને બદલવાની જરૂર છે.
અમારી પાર્ટી સમાજના ગરીબ વર્ગ માટે કામ કરશે અને તેનો મુખ્ય હેતુ સમાજમાંથી ડ્રગ્સની બદી દુર કરવાનો રહેશે.
અત્યારે મારી પાર્ટી પંજાબમાં ચૂંટણી લડશે અને ભવિષ્યમાં હરિયાણા ચૂંટણી લડવાની હશે ત્યારે તેના પર પણ વિચારણા કરીશું. અમારા તમામ ઉમેદવારો ખેડૂત હશે.
સારા સમાચાર! નવુ વર્ષ વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે વધુ સગવડિયું બની જશે. રેલવે સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ થશે; જાણો વિગતે
You Might Be Interested In