Site icon

Farmers protest 2.0 : ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન માર્ચ 2020ના આંદોલનથી કેવી રીતે અલગ છે? અહીં આ 5 મુદ્દામાં સમજો.

Farmers protest 2.0: ખેડૂતો સવારે 10 વાગ્યાથી તેમની દિલ્હી ચલો કૂચ શરુ કરી દીધી છે, પરંતુ હરિયાણા સરકારે પંજાબમાંથી આંદોલનકારીઓ હરિયાણામાં પ્રવેશ ન કરી શકે તેની ખાતરી કરવા માટે રાજ્યની સરહદ સીલ કરી દીધી છે.

Farmers protest 2.0 How is the farmers' 'Delhi Chalo' movement different from the March 2020 movement

Farmers protest 2.0 How is the farmers' 'Delhi Chalo' movement different from the March 2020 movement

News Continuous Bureau | Mumbai 

Farmers protest 2.0: વર્ષ 2024ના બીજા મહિનામાં જ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દીલ્હી ચલો આંદોલન ( Delhi chalo march ) હેઠળ રસ્તા પર ઉતરી આવ્યા છે. ગત સોમવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ અનિર્ણિત રહ્યા બાદ મંગળવારે 200થી વધુ ખેડૂત સંગઠનો ( Farmers Associations ) દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ ( Arjun Munda ) જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મોટાભાગના મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે અને બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે સરકારે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે જ સમયે, ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. 

Join Our WhatsApp Community

તેથી ખેડૂતો આજે સવારે 10 વાગ્યાથી તેમની દિલ્હી ચલો કૂચ શરૂ કરી છે, પરંતુ તેમને રોકવા માટે, હરિયાણા સરકારે ( Haryana Govt ) રાજ્યની આસપાસ ઘેરાબંધી કરી દીધી છે. જેથી આંદોનલકારીઓ પંજાબથી ( punjab ) હરિયાણામાં પ્રવેશી ન શકે. ઉપરાંત, વર્ષ 2020-21 જેમ ખેડૂતોના વિરોધને ફરી શરૂ થવાથી રોકવાના પ્રયાસમાં દિલ્હીની સરહદો સીલ કરવામાં આવી છે. તો સવાલ એ છે કે આ અગાઉનું જે આંદોલન હતું ને હાલના આંદોલન વચ્ચે તફાવત શું છે.

અહીં આ 5 મુદ્દામાં સમજો કે આ વિરોધ 2020ના પ્રદર્શનથી કેવી રીતે અલગ છે?

1. સવાલ એ ઉઠે છે કે ખેડૂતો ફરી વિરોધ કેમ કરી રહ્યા છે? જવાબ એ છે કે વર્ષ 2020 માં, ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો, જે દિલ્હી સરહદો પર તેમના એક વર્ષના વિરોધ પછી વર્ષ 2021 માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

જો કે, હવે તમામ પાકો માટે એમએસપીની કાયદેસર ગેરંટી, સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલાનો અમલ, ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન, 2020-21ના વિરોધ દરમિયાન ખેડૂતો પરના કેસો પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.

2. કૂચનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? : ખેડૂત વિરોધ 2.0નું નેતૃત્વ વિવિધ યુનિયનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂત સંગઠનોનો માહોલ બદલાયો છે.

યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ દિલ્હી ચલો 2.0ની જાહેરાત કરી છે. તો 2020 ચળવળનું નેતૃત્વ ભારતીય કિસાન યુનિયન, સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હવે ઘણા જૂથવાદ પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Marriage Economy: દેશમાં લગ્નનો મહાકુંભ, આટલા લાખ લોકોના થશે લગ્ન, અર્થતંત્રને થશે રુ. 5.5 લાખ કરોડનો ફાયદોઃ અહેવાલ..

3. રાકેશ ટિકૈત, ગુરનામ સિંહ ચારુની ભાગ નથી લઈ રહ્યા: ખેડૂતોના 2020 વિરોધના બે મુખ્ય નેતાઓ રાકેશ ટિકૈત અને ગુરનામ સિંહ ચારુની હતા. પરંતુ હવે તેઓ ક્યાંય દેખાતા નથી. SKM (બિનરાજકીય) નેતા જગજીત સિંહ દલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેરના જનરલ સેક્રેટરી સર્વન સિંહ પંઢેર હવે મોખરે છે. જો કે, આ એક વ્યૂહરચના પણ હોઈ શકે છે.

4. ખેડૂતોને દિલ્હી પહોંચતા અટકાવવા ભારે સુરક્ષા, નાકાબંધી: 2020માં ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીમાં આવી શક્યા હતા, પરંતુ આ વખતે વહીવટીતંત્રે સાવચેતીના કડક પગલાં લીધા છે. કાંટાળી તાર, સિમેન્ટના બેરિકેડ, તેમ જ દિલ્હીના તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણા સરકારે પંજાબ સાથેની સરહદો સીલ કરી દીધી છે.

5. સરકારનો જવાબઃ આ વખતે સરકારે ખેડૂતોની દિલ્હી ચલો કૂચ પહેલા જ વાતચીતની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરીએ થઈ હતી. તો બીજી બેઠક 12 ફેબ્રુઆરીએ થઈ હતી.

અહેવાલો અનુસાર, સરકારે હવે રદ્દ કરાયેલા કૃષિ કાયદાઓ સામે 2020-21ના આંદોલન દરમિયાન નોંધાયેલા ખેડૂતો સામેના તમામ કેસો પાછા ખેંચવાની માંગ સ્વીકારી લીધી છે, પરંતુ MSPની કોઈ ગેરંટી આપી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version