Farmers Protest Latest Updates : ખેડૂતો દિલ્હી બોર્ડર પર ટ્રેક્ટર- બુલડોઝર લઈને પહોંચ્યા, ચડી ગયા બેરિકેડ પર; જુઓ વિડીયો..

Farmers Protest Latest Updates : ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી સંસદ તરફ કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન ભારે પોલીસ દળે DND પાસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેરિકેડ પર ચડી ગયા. ખેડૂતોના પ્રદર્શનને લઈને ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

by kalpana Verat
Farmers Protest Latest Updates Protesters Climb Police Barricade As They March Towards Delhi

  News Continuous Bureau | Mumbai 

Farmers Protest Latest Updates :આજે હજારો ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જેના કારણે નોઈડાથી દિલ્હી સુધીના રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ચિલ્લા બોર્ડર, યુપી ગેટ, મહામાયા ફ્લાયઓવર પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

Farmers Protest Latest Updates :જુઓ વિડીયો 

Farmers Protest Latest Updates : ખેડૂતો પોલીસ બેરિકેડ પર ચઢી ગયા

સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હીના સંસદ ભવન તરફ વિરોધ કૂચ કરી રહ્યા છે. વિરોધને હિંસક વળાંક આપતા, ખેડૂતોએ આંબેડકર પાર્કની સામે સ્થાપિત કન્ટેનર અને બેરિકેડ્સની સુરક્ષા વ્યવસ્થા તોડી નાખી છે. પોલીસે  પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેરિકેડ પર ચડી ગયા. ખેડૂતોના પ્રદર્શનને લઈને ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Farmers Protest: ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવા તૈયાર ,બે વર્ષ પછી ફરી કેમ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો? શું છે તેમની માંગ ?

Farmers Protest Latest Updates : સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલુ  

મહત્વનું છે કે દિલ્હીના સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા પોલીસ માટે મોટો પડકાર છે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા પગલાં વધારી દીધા છે. 

ગત 27મી નવેમ્બરથી ખેડૂતોએ ગ્રેટર નોઈડા ઓથોરિટી અને ત્યારબાદ 28મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર સુધી યમુના ઓથોરિટી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું,  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More