ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
ખેડૂતોના ધરણાને કારણે દિલ્હી-યુપી બોર્ડર પર રસ્તો બંધ કરવા સામેની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને બે સપ્તાહમાં ઉકેલ શોધવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે એકબીજાને સહકાર આપવો જોઈએ જેથી સામાન્ય લોકો પરેશાન ન થાય.
સાથે એમ પણ કહ્યું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ પર અવરજવર રોકી ન શકાય.
હવે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી 20 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા 10 મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી તરફ જતા રસ્તાઓ બ્લોક થયા છે તેને પરિણામે લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે છે.
શરુઆતમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું લાગતું હતું પરંતુ હાલમાં આ મામલો લાંબો ખેંચાયો હોવાથી રહીશો ઓ ઉકળી ઉઠ્યાં છે અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.