News Continuous Bureau | Mumbai
FASTag Update: જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટથી કેટલાક નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંનો એક ફેરફાર FASTag સંબંધિત છે. જો તમે કાર ચલાવો છો તો તમને ફાસ્ટેગ વિશે ખબર જ હશે. પરંતુ NPCIએ ફાસ્ટેગને લઈને કેટલીક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આ નિયમો પહેલાથી જ અમલમાં છે, પરંતુ ઓક્ટોબરમાં ફાસ્ટેગના કેવાયસી અંગેનો નિયમ નવો છે અને 1 ઓગસ્ટથી તેનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ ટોલ ટેક્સ પર વાહનોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ટોલ ટેક્સ ( Toll Tax ) પર ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં આવે છે, પરંતુ કેટલાક નિયમો છે, જે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહ્યા છે, જે તમારે જાણવા જોઈએ.
NPCIની માર્ગદર્શિકા અનુસાર, ફાસ્ટેગ સેવાઓ આપતી કંપનીઓ પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. 31મી ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જૂના તમામ ફાસ્ટેગનું KYC કરાવવું હવે જરૂરી રહેશે. નવીનતમ અપડેટ એ છે કે કંપનીઓએ 1 ઓગસ્ટથી આ માટે KYC ( FASTag KYC ) માટેની પ્રક્રિયા શરૂ કરવાના છે.
FASTag Update: હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે…
હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે. આ દરમિયાન કંપનીઓએ 3-5 વર્ષ જૂના ફાસ્ટેગ માટે KYC કરાવવું પડશે. આ કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. તો ફાસ્ટેગ ધરાવતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેમણે KYC નથી કરાવ્યું તેઓ 1લી ઓગસ્ટથી આ કાર્ય કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : RSS Dharavi: ધારાવીમાં RSS કાર્યકર અરવિંદ વૈશ્યની હત્યા, અંતિમયાત્રા પર પથ્થરમારો થતાં ધારાવીમાં તંગદીલીનું વાતાવરણ.. જાણો વિગતે.
આ નિયમો 1 ઓગસ્ટથી લાગુ થઈ રહ્યા છે
- -5 વર્ષ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે
- -3 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી કરવું પડશે
- -વાહન રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબરને ફાસ્ટેગ સાથે લિંક કરવું પડશે
- -નવું વાહન ખરીદ્યા પછી 90 દિવસની અંદર નંબર અપડેટ કરવી રહેશે
- -ફાસ્ટેગ પૂરી પાડતી કંપનીઓના ડેટાબેઝની ચકાસણી કરી રહી છે.
- -કારની બાજુ અને આગળનો સ્પષ્ટ ફોટો અપલોડ કરવો રહેશે
- – ફાસ્ટેગ મોબાઈલ નંબર સાથે લિંક કરવું રહેશે
- -31મી ઑક્ટોબર 2024 સુધીમાં KYC ધોરણો પૂરા કરવા