News Continuous Bureau | Mumbai
ભારતની પ્રતિભાએ વધુ એક ઝંડો ઊંચક્યો છે.
ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ મલ્ટીનેશનલ કુરિયર ડિલેવરી કંપની FedExના આગામી CEO હશે.
કંપની FedExના વર્તમાન CEO ફ્રેડરિક ડબ્લ્યુ સ્મિથે રાજીનામું આપ્યા બાદ નવા CEO ના નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજ સુબ્રમણ્યમ કંપનીના આઉટગોઇંગ ચેરમેન અને સીઇઓ ફ્રેડરિક ડબલ્યુ સ્મિથનું સ્થાન લેશે. ફ્રેડરિક 1 જૂને પદ છોડશે.
ઉલ્લેખનીય છે કે 2020 માં FedEx ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સુબ્રમણ્યમને ચૂંટવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કલમ-370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કેટલા બહારના લોકોએ ખરીદી મિલકતો? કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ.. જાણો વિગતે