News Continuous Bureau | Mumbai
ભારતનો વનવિભાગ અત્યારે ચિત્તાઓના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. વાત એમ છે કે આગામી બે મહિનામાં નામિબિયા થી કુલ 50 ચિત્તાઓ ભારત આવશે. પ્રથમ ચરણમાં પાંચ ચિત્તા મધ્યપ્રદેશ ખાતે પહોંચશે. અહીં ઓગસ્ટ મહિના સુધીમાં તે ચિંતાઓને જંગલમાં છૂટા મૂકવામાં આવશે. ત્યારબાદ તેમનું વર્તન તેમજ તેમને વાતાવરણ ફાવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ભારતના અનેક વરિષ્ઠ અધિકારીઓ અત્યારે નામિબિયા ખાતે પહોંચ્યા છે જ્યાં ચિત્તાઓની સંભાળ કઇ રીતે રાખવી તેની ટ્રેનિંગ ચાલી રહી છે. નામિબિયા અને ભારત સરકાર વચ્ચે આ સંદર્ભે કરાર થઈ ગયો છે. જે અંતિમ ચરણમાં છે. આશરે એપ્રિલ મહિનામાં તે કરાર ફાઇનલ થતાની સાથે ચિત્તાઓ ભારત આવી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, આટલા ઉત્પાદનોની આયાત પર મુક્યો પ્રતિબંધ.. જાણો વિગતે
ઉલ્લેખનિય છે કે ભારત દેશમાંથી આઝાદી પહેલાં એશિયન ચિત્તાઓ ની કતલ કરી નાખવામાં આવી હતી. આ કતલ કરનારા ઓ ગોરા અંગ્રેજ હતા. ચિત્તાઓની મૃત્યુની સાથે જ વિશ્વમાંથી એશિયાઈ ચિત્તા ની નસલ નાશ પામી. હવે ભારત દેશમાં આફ્રિકાથી આફ્રિકી નસલ આવશે. તેની સાથે જ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ બનશે જેમાં બીડાળ કુળના ત્રણેય પશુઓ એટલે કે વાઘ, સિંહ તેમજ ચિત્તો હશે.