239
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જાેતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ એક રાહતની વાત છે.કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યુ હતુ કે, ભારતમાં ૫૦ ટકા લોકોને કોરોના રસીના ડબલ ડોઝ અપાઈ ચુકયા છે.જે આપણા માટે ગર્વનો વિષય છે.હવે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી ચુકેલા લોકોની સંખ્યા ૧૨૭ કરોડ પર પહોંચી ચુકી છે. મંત્રાલય દ્વારા અપાયેલા આકંડા પ્રમાણે દેશના ૮૪ ટકા પુખ્ત વયના લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુકયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૪ કરોડ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી છે.
મુંબઈ, ગુજરાત અને કર્માટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…
You Might Be Interested In