Site icon

Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય

Final Farewell to Harish Rana: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ AIIMS માં પેસિવ યુથેનેશિયાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ; ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકાર માટે પરિવારનો લાંબો સંઘર્ષ લાવી રંગ.

Final Farewell to Harish Rana: India’s First Patient to Receive Passive Euthanasia Cremated in Delhi After 13-Year Battle

Final Farewell to Harish Rana: India’s First Patient to Receive Passive Euthanasia Cremated in Delhi After 13-Year Battle

News Continuous Bureau | Mumbai

Final Farewell to Harish Rana: ભારતમાં ઈચ્છામૃત્યુ (Passive Euthanasia) ની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાનું નિધન થયા બાદ બુધવારે સવારે ૯ વાગ્યે દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ નમ આંખો સાથે હરીશ રાણાને નમન કર્યા હતા. આ કેસ ભારતમાં દર્દીઓના સન્માનજનક મૃત્યુના અધિકાર પર થયેલી કાયદાકીય ચર્ચાનું સૌથી મોટું ઉદાહરણ બની ગયું છે.

Join Our WhatsApp Community

 શું છે આ ઐતિહાસિક કેસ?

ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા એક અકસ્માત બાદ છેલ્લા ૧૩ વર્ષથી કોમા જેવી હાલતમાં હતા. તેમના પરિવારે તેમને આ પીડામાંથી મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને ‘ગરિમા સાથે મૃત્યુ’ નો અધિકાર આપતા AIIMS મેનેજમેન્ટને તેમના જીવનરક્ષક ઉપકરણો (Life Support) હટાવવાની મંજૂરી આપી હતી. મેડિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ એઈમ્સમાં પેસિવ યુથેનેશિયાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, ત્યારબાદ મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Strait of Hormuz Update: હોર્મુઝમાં ફસાયેલા ૨૦ ભારતીય જહાજોને ઈરાને કેમ આપી મંજૂરી? જાણો ઈરાનની કડક શરતો અને ભારતની ડિપ્લોમેસી

પરિવારનો ૧૩ વર્ષનો લાંબો સંઘર્ષ

હરીશના માતા-પિતા અને ભાઈએ ૧૩ વર્ષ સુધી તેને સાજો કરવા માટે દેશભરના ડોક્ટરો અને નિષ્ણાતોની સલાહ લીધી હતી. દરેક સંભવિત ઈલાજ છતાં જ્યારે કોઈ સુધારો ન થયો અને હરીશની હાલત અત્યંત દયનીય બની ગઈ, ત્યારે અંતે પરિવારે ભારે હૈયે તેને આ પીડામાંથી મુક્તિ અપાવવા માટે ન્યાયતંત્ર પાસે મદદ માંગી હતી.

પેસિવ યુથેનેશિયા એટલે શું?

પેસિવ યુથેનેશિયા એટલે કે જ્યારે કોઈ દર્દી લાંબા સમયથી સાજો ન થઈ શકે તેવી સ્થિતિમાં (Persistent Vegetative State) હોય, ત્યારે તેને જીવિત રાખવા માટે અપાતી દવાઓ, વેન્ટિલેટર કે ફૂડ પાઇપ જેવા કૃત્રિમ સાધનો હટાવી લેવા, જેથી કુદરતી રીતે તેનું મૃત્યુ થઈ શકે. હરીશ રાણાના કેસમાં ભારતમાં આ પ્રક્રિયાના અમલીકરણ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Exit mobile version