ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ એપ્રિલ ૨૦૨૨ થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ આગામી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા માટે જરૂરી સુધારા અંગે સૂચનો મેળવવા અગ્રણી ખાનગી ઇક્વિટી/વેન્ચર કેપિટલ પ્લેયર્સ અને કંપનીઓના CEOને મળ્યા છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાંની જરૂર છે. બજેટ પહેલા વડાપ્રધાન મોદીએ ઇન્ડસ્ટ્રી લીડર્સનો તેમના ઇનપુટ્સ અને સૂચનો માટે આભાર માન્યો હતો. તે જ સમયે તેમણે PLI પ્રોત્સાહનો જેવી નીતિઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે જે રીતે દેશ ઓલિમ્પિકમાં પોડિયમ પૂર્ણ કરવા માંગે છે તે જ રીતે દેશ પણ આપણા ઉદ્યોગોને દરેક ક્ષેત્રમાં વિશ્વના ટોચના ૫ ક્રમની યાદીમાં જાેવા માંગે છે. આગામી બજેટ ૨૦૨૨-૨૩ના સંબંધમાં કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે. બેઠક દરમિયાન કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓ સાથે કેન્દ્રીય નાણાં પ્રધાનની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેઓ બજેટ બનાવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડબ્લ્યુએચઓની ચેતવણી, યુરોપમાં કોરોના ના નવા વેરીટન્ટ ઓમિક્રોનનું તોફાન આવશે જલ્દી પગલાં લો