ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 મે 2020
એક તરફ દેશમાં કોરોના વાયરસનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે એવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતીનુસાર કર્ણાટકના શિમોગ જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીએ પીએમ કેર્સ ફંડને લઈ સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી આપી છે જેનાથી ભ્રમની સ્થિતિ સર્જાઈ છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 મેએ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયામાં ખોટી વાત કરી અને કેન્દ્ર સરકાર પર ખોટો અને ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમાં વડાપ્રધાન કેર્સ ફંડ સાથે જોડાયેલી ખોટી જાણકારી આપી હતી..