News Continuous Bureau | Mumbai
Fire In MHA Office : દિલ્હીમાં પરસેવે રેપ ઝેપ કરતી ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયના બીજા માળે આજે આગ લાગી હોવાના અહેવાલ છે. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી.
Fire In MHA Office : જુઓ વિડીયો
Where there's smoke there's fire. MHA houses files related to Manipur & NE, snooping authorization on individuals/corporates, Electoral Bond buyers, Netaji Bose et. al. – in basement T-Branch & several other rooms. Which one of them turned to ashes today before Modi's departure? pic.twitter.com/5UW1sDTSRS
— Seema Sengupta, (@SeemaSengupta5) April 16, 2024
Fire In MHA Office : ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં લાગી હતી આગ
આ માહિતી આપતા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સવારે 9.35 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. DFSના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે સવારે લગભગ 9.20 વાગ્યે આગની જાણ થઈ હતી, ત્યારબાદ ફાયર ફાઈટરોએ 9.35 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Patanjali case: બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી, કહ્યું- અમે ભૂલ કરી, ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય.. જાણો શું છે સમગ્ર મામલો..
Fire In MHA Office : એસી યુનિટમાંથી શરૂ થયેલી આગ દસ્તાવેજો સુધી પહોંચી.
રિપોર્ટ્સ મુજબ, આગ એસી યુનિટમાંથી શરૂ થઈ હતી. આ ઘટનામાં એસી, ઝેરોક્સ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોની સાથે પંખામાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું છે. જે ઓફિસમાં આ આગ લાગી તે IT વિભાગની ઓફિસ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ પહેલા ACમાં લાગી અને પછી ધીમે ધીમે ફેલાઈ.
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે આગના સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિલ્ડિંગમાં હાજર ન હતા, પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.