ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં ત્રણ શ્રમ સુધાર બીલને સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ અને સોશિયલ સિકયુરીટી કોડને રાજ્યસભામાં પસાર કરાતા, સંસદની મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે આ ત્રણેય બિલ લોકસભામાંથી પહેલાં જ પાસ થઈ ચૂક્યા હતા.
શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે નવા શ્રમ કાનૂન મુજબ 300 કર્મચારીથી ઓછી સંખ્યા ધરાવતા ઉદ્યોગો, સરકારની મંજૂરી વગર જ કર્મચારીની છટણી તેમજ ભરતી કરી શકશે.. ઉલ્લેખનીય છે કે 16 રાજ્યોએ તો પહેલેથી જ આ યોજના અમલમાં મૂકી દીધી છે. ઉપરાંત નવા વિધેયક મુજબ કોઈપણ સંગઠન કે કર્મચારીઓએ હડતાળ પાડવાના 60 દિવસ પહેલા કંપનીને નોટિસ આપવાની રહેશે. આમ નોટિસ આપ્યા વગર કર્મચારીઓ કે યુનિયન સંગઠનો હડતાલ પર જઈ શકશે નહીં..