News Continuous Bureau | Mumbai
Operation Ajay: ઈઝરાયેલના યુદ્ધક્ષેત્ર (Israel Palestine Conflict) માં ફસાયેલા ભારતીયો (Indians) ને બહાર કાઢવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ (OPeration Ajay) શરૂ કર્યું છે. આ હેઠળની પ્રથમ વિશેષ ફ્લાઇટ (First special flight) ગુરુવારે સાંજે 9 વાગ્યે બેન ગુરિયન એરપોર્ટથી ભારત માટે 212 મુસાફરોને લઈને ઉડાન ભરી હતી. આ વિમાન આજે સવારે 6 વાગ્યે ભારત (India) પહોંચી ગયું હતું.
પ્રથમ ફ્લાઈટ દિલ્હી પહોંચી
જ્યાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું તે ઈઝરાયેલ (Israel) થી ફસાયેલા ભારતીયોને લઈ જતું પહેલું વિમાન ભારતમાં લેન્ડ થયું. ભારત સરકાર ‘ઓપરેશન અજય’ હેઠળ આ અભિયાન ચલાવી રહી છે. ઇઝરાયેલના તેલ અવીવમાં ભારતીય નાગરિકોની મોટી ભીડ જોવા મળી રહી છે. હજારો ભારતીયો પોતાના વતન પરત જવા માટે દોડી રહ્યા છે. તેમાં 212 મુસાફરો સાથેની પ્રથમ ફ્લાઈટ દિલ્હી (Delhi) પહોંચી છે. આ વખતે, મુસાફરોએ એરપોર્ટ પર ઉતરતી વખતે ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની યાદો યાદ કરી. તેમણે માતૃભૂમિમાં ઉતરવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. ઘણા તેમના નાના બાળકો સાથે ભારત પાછા ફર્યા. ત્યારે સૌએ ભારત સરકારનો પણ આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Long Hair : શું તમને લાંબા વાળ જોઈએ છે તો આ 6 વસ્તુઓ ખાઓ, 3 દિવસમાં જ દેખાશે ફરક
માદરે વતન પહોંચતાની સાથે જ અનેક લોકોની આંખોમાં આંસુ
વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર પર પ્લેનમાંથી ઉતરેલા ભારતીયોના ફોટા (ઓપરેશન અજય) પણ શેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મુસાફરો સાથે વાતચીત કરી. માદરે વતન પહોંચતાની સાથે જ અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભારતીયોમાં એવી લાગણી હતી કે આપણે એક મહાન સંકટમાંથી બહાર આવ્યા છીએ, આપણા લોકો પાસે આવ્યા છીએ, આપણી ધરતી પર ઉતર્યા છીએ.
ઉલ્લેખનીય છે કે ગત શનિવાર 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આ રીતે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં નાગરિક વસાહતોને નિશાન બનાવી હતી. ગાઝા પટ્ટીના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ દ્વારા જબિલિયા શરણાર્થી કેમ્પ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારત સરકારે આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નોકરી, શિક્ષણ અને અન્ય કારણોસર ઇઝરાયેલમાં અટવાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનો નિર્ણય લીધો છે.