194
Join Our WhatsApp Community
સુપ્રીમ કોર્ટે કેરળના માછીમારોને મારવાના કેસમાં બે ઇટલીના મરીન સામે ફોજદારી કેસ બંધ કરી દીધો છે
કોર્ટે બંને માછીમારોના કુુટુંબને ઇટલીની સરકાર દ્વારા અપાયેલા રૂા.4-4 કરોડના વળતરને માન્ય રાખીને આ કેસ બંધ કરી દીધો છે.
ઇટલીની સરકારે રૂા.10 કરોડની રકમ જમા કરાવી હતી. જેમાં માછીમારોના કુટુંબો સિવાય રૂા.2 કરોડની રકમ બોટના માલિકને મળશે.
આ દરિયાઇઓ પર હવે ઇટાલીમાં કાર્યવાહી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ કિસ્સામાં ઇટાલિયન દરિયાઇ દેશોને તેમના દેશમાં અજમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઇ ક્ષેત્રમાં બની છે.
ઉલ્લેખનીય છે કે 2012માં કેરળ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં આ ઘટના બની હતી અને ભારતીય કોસ્ટગાર્ડે ઇટલીની પેટ્રોલીંગ બોટને કિનારે આવવા ફરજ પડી હતી તથા બંને સૈનિકોની ધરપકડ કરી હતી.
You Might Be Interested In