ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
છત્તીસગઢ દંતેવાડા વિસ્તારમાં નક્સલીઓને વળતર આપી આત્મસમર્પણ કરવા પ્રેરીત કરાય રહ્યા છે. જે અંતર્ગત આજે વધુ એકવાર સફળતા મળી છે. ત્રણ ઇનામી સહિત પાંચ મોટા નક્સલીઓએ પોલીસ અને અધિકારીઓ સમક્ષ હથિયારો હેઠા મુકી આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ પર હત્યા, લૂંટ અને આગજની જેવા ડઝનો કેસ નોંધાયેલા છે. આ લોકો લાંબા વખતથી ઇન્દ્રાવતી દલમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા અને અત્યાર સુધી ડઝનો વારદાત ને અંજામ આપી ચૂક્યા છે. એક નકસલીના માથે તો ત્રણ લાખ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્ય બે નકસલી ના માથે એક એક લાખ રૂપિયાનું ઈનામ હતું. આ લોકો 2005 થી નકલી પ્રવૃત્તિમાં સક્રિય હતા અને આજે પંદર વર્ષ બાદ આ લોકોને શરણાગતિ સ્વીકારવામાં પોલીસ અને ઓફિસરોને સફળતા મળી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com