Site icon News Continuous Bureau | Mumbai

આજે રાત્રે આકાશમાં જોવા મળશે અદભુત નજારો, ચંદ્રમાની આસપાસ એક નહીં એકસાથે દેખાશે આ 5 ગ્રહો! બનશે સૌરમંડળની અતિ દુર્લભ ઘટના

five planet in the sky jupiter mercury venus uranus and mars see the rare sight after 28 march

આજે રાત્રે આકાશમાં જોવા મળશે અદભુત નજારો, ચંદ્રમાની આસપાસ એક નહીં એકસાથે દેખાશે આ 5 ગ્રહો! બનશે સૌરમંડળની અતિ દુર્લભ ઘટના

News Continuous Bureau | Mumbai

જો તમને ચંદ્ર અને તારાઓની દુનિયામાં રસ છે, તો 28 માર્ચે એટલે કે આજે તમને આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ દિવસે આપણા સૌરમંડળના 5 ગ્રહો એક સીધી રેખામાં દેખાશે અને આ પાંચ ગ્રહોને પૃથ્વી પરથી સીધા જ જોઈ શકીશું.

બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ આ પાંચ ગ્રહો રાત્રીનાં સમયે અર્ધચંદ્રકાર ચંદ્રની નજીક એક રેખામાં જોવા મળશે. આજની રાત્રીએ તમે આ દુર્લભ નજારો માણી શકશો. આ દુર્લભ ઘટના સૂર્યાસ્ત પછી જ દૂરબીન વડે જોઈ શકાય છે. મહત્વનું છે કે હાલમાં જ શુક્ર અને ચંદ્રનો પણ દુર્લભ યોગ જોવા મળ્યો હતો ત્યારે ઘણાં લોકોએ આ અદભૂત પળને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

Join Our WhatsApp Channel

ખગોળશાસ્ત્રીઓના મતે, પાંચ ગ્રહોમાં શુક્ર સૌથી તેજસ્વી દેખાય તેવી શક્યતા છે. બુધ અને ગુરુ ક્ષિતિજની નજીક જોઈ શકાય છે. આ સમય દરમિયાન યુરેનસને વધુ અંતરને કારણે જોવામાં મુશ્કેલી પડી શકે છે. આ દરમિયાન મંગળ અને ચંદ્ર ખૂબ નજીક જોવા મળશે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના બેથ બિલરના મેલઓનલાઈને જણાવ્યુ કે કેટલાક ગ્રહો બીજાની તુલનામાં વધારે જોવા મળશે. શુક્ર અને ગુરુ બન્ને ગ્રહો વધારે ચમકતા દેખાશે. એટલે તમે તેને આસાનીથી શોધી શકશો. તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક સાથે જોયા હશે.

આ સમાચાર પણ વાંચો :   મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો! પાલિકાએ તાબડતોબ લીધો આ નિર્ણય..

ખગોળશાસ્ત્રમાં તેને પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવામાં આવે છે. તેમાંથી બુધ થોડા સમય માટે જ જોઈ શકાય છે, કારણ કે તે સૂર્યની ખૂબ નજીક છે. આ પછી ગુરુ પણ અસ્ત કરશે. તેમની ઉપર તેજસ્વી શુક્ર હશે. તેની ઉપર લાલ ગ્રહ મંગળ હશે, જેને ચંદ્ર દ્વારા ટેકો મળશે. આ ગ્રહોને કોઈપણ સાધનની મદદ વગર નરી આંખે જ જોઈ શકાય છે. યુરેનસ મંગળ અને શુક્રની વચ્ચે હશે પરંતુ તેને ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાશે.

તો બીજી તરફ, અમેરિકન સ્પેસ એજન્સી નાસા આવતીકાલે થવા જઈ રહેલી આ ઘટના પર નજર રાખી રહી છે. નાસાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આ ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેથી સામાન્ય લોકોમાં અવકાશમાં રસ વધી શકે. ઘટના સમયે આ બધા ગ્રહો એક સીધી રેખામાં હશે નહીં, પરંતુ તેમના માટે નજીક હોવું તે અત્યંત દુર્લભ છે.

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version