277
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
કોરોના મહામારીની વચ્ચે ભારત આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.
આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે.
રાજપથ પર યોજાનારી આ અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.
રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર ગ્રાન્ડ ફિનાલે અને પરેડના ‘ફ્લાય-પાસ્ટ’ વિભાગમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાના 75 વિમાનો પ્રથમ વખત ઉડતા જોવા મળશે.
રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે.
આજનો ઐતિહાસિક દિવસ – ભારતનો આજે 73મો ગણતંત્ર દિવસ, જાણો શું છે ઈતિહાસ અને મહત્વ
You Might Be Interested In