ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, સ્થળાંતર થયેલા કામદારોને રોજગારની તકો પૂરી પાડવા રૂ. 50 હજાર કરોડની સાર્વજનિક કામોની યોજના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ યોજનામાં દેશના 6 રાજ્યોમાં 116થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાની શરૂઆત પીએમ મોદી 20 જૂને સવારે 11 વાગ્યે બિહારના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં વિડિયો કૉન્ફરન્સ દ્વારા કરશે. આ અભિયાન બિહારના ખાગરીયા જિલ્લાના ગામ-તેલીહાર, બ્લોક-બેલદૌરથી શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ અભિયાન અંતર્ગત સરકારની 25 યોજનાઓમાં રૂ. 50,000 કરોડના કામો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પરપ્રાંતિય મજૂરોને તેમની આવડત પ્રમાણે કામ અપાશે. જેથી તેમની આજીવિકાની વ્યવસ્થા કરવામાં આવે. 116 જિલ્લાઓમાં મોટી સંખ્યામાં મજૂરો પાછા ફર્યા છે, આ જિલ્લાઓ 6 રાજ્યોમાં છે. સરકારે આ લોકોની કુશળતાની મેપિંગ કરી છે. આ અભિયાન અંતર્ગત બિહારના 32, ઉત્તરપ્રદેશના 31, મધ્યપ્રદેશના 24, રાજસ્થાનના 22, ઓડિશાના 4, ઝારખંડના 3 જિલ્લાના સ્થળાંતર મજૂરોને રોજગાર મળશે.
નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત કોમ્યુનિટી સેનિટાઈઝેશન કોમ્પ્લેક્સ, ગ્રામ પંચાયત ભવન, નાણાં પંચના ભંડોળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો, જળસંચય અને સિંચાઈ, કુવાઓ ખોદવાનું કામ કરે છે. વૃક્ષારોપણ, બાગાયત, આંગણવાડી કેન્દ્રો, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), પીએમ ગ્રામ સડક યોજના, રેલ્વે, શ્યામ પ્રસાદ મુખર્જી RURBAN મિશન, પીએમ KUSUM, ભારત નેટનું ફાઇબર ઓપ્ટિક મૂકવા, જળ જીવન મિશન વગેરે માટે કામ કરવામાં આવશે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com