Site icon

નાણામંત્રી નિર્મલા સીતારામણે પરપ્રાંતીય મજૂરો માટે 50,000 કરોડની જાહેર કાર્ય યોજનાની વિગતો શેર કરી, પીએમ મોદી 20 જૂને તેનું લોકાર્પણ કરશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુન 2020

નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, સ્થળાંતર થયેલા કામદારોને રોજગારની તકો પૂરી પાડવા રૂ. 50 હજાર કરોડની સાર્વજનિક કામોની યોજના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ યોજનામાં દેશના 6 રાજ્યોમાં 116થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાની શરૂઆત પીએમ મોદી 20 જૂને સવારે 11 વાગ્યે બિહારના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં વિડિયો કૉન્ફરન્સ દ્વારા કરશે. આ અભિયાન બિહારના ખાગરીયા જિલ્લાના ગામ-તેલીહાર, બ્લોક-બેલદૌરથી શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ અભિયાન અંતર્ગત સરકારની 25 યોજનાઓમાં રૂ. 50,000 કરોડના કામો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પરપ્રાંતિય મજૂરોને   તેમની આવડત પ્રમાણે કામ અપાશે. જેથી તેમની આજીવિકાની વ્યવસ્થા કરવામાં આવે. 116 જિલ્લાઓમાં મોટી સંખ્યામાં મજૂરો પાછા ફર્યા છે, આ જિલ્લાઓ 6 રાજ્યોમાં છે. સરકારે આ લોકોની કુશળતાની મેપિંગ કરી છે. આ અભિયાન અંતર્ગત બિહારના 32, ઉત્તરપ્રદેશના 31, મધ્યપ્રદેશના 24, રાજસ્થાનના 22, ઓડિશાના 4, ઝારખંડના 3 જિલ્લાના સ્થળાંતર મજૂરોને રોજગાર મળશે.

નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત કોમ્યુનિટી સેનિટાઈઝેશન કોમ્પ્લેક્સ, ગ્રામ પંચાયત ભવન, નાણાં પંચના ભંડોળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો, જળસંચય અને સિંચાઈ, કુવાઓ ખોદવાનું કામ કરે છે. વૃક્ષારોપણ, બાગાયત, આંગણવાડી કેન્દ્રો, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), પીએમ ગ્રામ સડક યોજના, રેલ્વે, શ્યામ પ્રસાદ મુખર્જી RURBAN મિશન, પીએમ KUSUM, ભારત નેટનું ફાઇબર ઓપ્ટિક મૂકવા, જળ જીવન મિશન વગેરે માટે કામ કરવામાં આવશે…..  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version