ખેડૂત આંદોલન પર નિવેદનબાજી કરનાર કેનેડાના જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી.
આ દરમિયાન કોરોના વેક્સીનના સપ્લાઇ મુદ્દે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
પીએમ મોદીએ જણાવ્યું કે, મારા મિત્ર જસ્ટિન ટ્રુડોનો ફોન આવ્યો તેની ખુશી છે. હું તેમને ખાતરી આપું છું કે ભારત કેનેડાની વેક્સિનની જરૂરિયાત પૂરી કરવા માટે તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
અગાઉ ટ્રુડોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદનબાજી કરતા કહ્યું હતું કે હાલાત ચિંતાજનક છે. કેનેડા દુનિયામાં ક્યાંય પણ ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારોની રક્ષા માટે ઊભું રહેશે.