Site icon

ઇતિહાસમાં પ્રથમ વાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ, જાણો આજનો ભાવ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

24 જુન 2020

ભારતના ઇતિહાસમાં પ્રથમવાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું છે. લોકડાઉનને કારણે આખા દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થતા આર્થિક તંગી નડી રહી છે. એવા સમયે સતત આજે 18 માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થવો સામાન્ય નાગરીકની હાલત, એક સાંધતા તેર તૂટે એવી થયી છે. 

        પેટ્રોલના ભાવમાં આજે 00 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી દિલ્હી ખાતે 79.76 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 79.88 ચુકવવી પડશે. 

       આમ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી વધારો થતાં જ ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો છે, 50.69 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડ વધતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધારી દીધાનું પરિણામ છે.

         આમ આ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. હવે વાત કરીએ કુલ 18 દિવસમાં કેટલા પૈસા વધ્યા? તો પેટ્રોલના ભાવમાં કુલ 9 રૂપિયા થી વધુ  અને ડીઝલમાં કુલ 10 વધુ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. આથી જો કેન્દ્ર સરકાર એકસાઇઝ ડયૂટી અને રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરે તો જ ઇંધણ સસ્તુ થાય અને સામાન્ય જનતાને રાહત….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hVOVgr

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version