ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
ચાલુ વર્ષના 31 મી જુલાઈ 2020 પૂરા થયેલા સપ્તાહ ની આખરે વિદેશી હુંડિયામણ નો આંક 11.94 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 534.6 અબજ ડોલરને આંબી ગયો હતો. આ એક નવો રેકોર્ડ સ્થપાયો છે. આર.બી.આઈ ના આંકડા મુજબ, ભારત પાસે હાલ જે વિદેશી ભંડાર ચલણ રૂપે છે તે આગામી 13.4 વર્ષ માટે ભારતની તમામ આયાત ની જરૂરિયાત પૂરી કરી શકે છે.
બીજી બાજુ આર.બી.આઈ ના આંકડા મુજબ જુલાઈના અંતિમ સપ્તાહ સુધીમાં સોનાનો ભંડાર પણ 1.53 અબજ ડોલરથી વધીને 37.63 અબજ ડોલર થઇ ગયો છે. આ સાથે જ સોનામાં પણ રિઝર્વ બેંકે અનામત નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આનો અર્થ એ થયો કે દેશમાં વિદેશી મુદ્રા ભંડાર માં વધારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ વિશ્વાસ આવશે.
સરકાર દ્વારા હાલ ચીન સાથેના વિવાદના કારણે સેના માટેની શસ્ત્રો ખરીદી પણ વધારવી પડી છે. તે જોતાં આટલો વિદેશી મુદ્રાનો ભંડાર આપણા માટે ખુબ મહત્વનો સાબિત થશે. અગાઉ આટલી ઊંચાઈએ ભારતનો ફોરેક્સ રિઝર્વનો આંક કદી પહોંચ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે રોકડ અને સોનાની આ અનામત લાંબો સમય ટકી રહેશે તો દેશના વ્યાપાર ઉદ્યોગ ને સારો એવો લાભ મળશે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે 1991 માં એવો પણ સમય આવ્યો હતો, જ્યારે વિદેશી ચલણ નીલ થઈ જવાથી ભારત સરકારે સોનુ ગીરવે મુકવું પડ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com