ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
અમેરિકામાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના (CIA) ભૂતપૂર્વ અધિકારીની, કાવતરું રચવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન ન્યાય વિભાગે જણાવ્યું છે કે 67 વર્ષીય એલેક્ઝાંડર યુક ચિંગ માને શુક્રવારે પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો.
વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વધી રહેલા તનાવ વચ્ચે આ જાસૂસી માટે ધરપકડ થઈ છે. એલેક્સઝાંડેર માને ને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને દોષિત ઠરે તો વધુમાં વધુ આજીવન કેદની સજા ભોગવવી પડશે.
યુ.એસ. અને ચીન વચ્ચેના સંબંધો દાયકાઓમાં, તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. 2018 થી બંને વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ છે અને આ મહિનાની શરૂઆતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. ત્યારથી ચીન સમસમી ને બેઠું છે. બે આર્થિક મહાસત્તા વચ્ચે, કોરોનાવાયરસ રોગચાળો અને હોંગકોંગમાં ચીને લાદેલા વિવાદાસ્પદ નવા સુરક્ષા કાયદાને લઈને પણ અથડામણ ચાલુ છે.
જુન વી યિઓ, જેને ડિકસન યિયો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર અમેરિકામાં તેમની રાજકીય સલાહકારની મદદથી ચીન માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટેનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુ.એસ. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સામે આર્થિક જાસૂસીના આરોપો કરતું રહ્યું છે.. આમ અમેરિકા અને ચીનની લડાઈ હવે એક બીજાના દેશોમાં ગુપ્તચર વિભાગ દ્વારા જાસૂસી કરાવાના આરોપો સુધી પહોંચી ગઈ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com