અયોધ્યા વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
પૂર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને દેશમાં ક્યાંય પણ આવા-જવા માટે ઝેડ + સુરક્ષા આપવામાં આવી છે.
રાજ્યસભાના સભ્ય ગોગોઈને અગાઉ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી..