ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
એન્ટિલિયા કેસમાં તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વધુ એક ખુલાસો કર્યો છે.
મનસુખ હિરેન હત્યાની સુપારી પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આપવામાં આવી હતી.
હત્યાના મુખ્ય કાવતરાખોર સચિન વાઝે અન્ય પોલીસકર્મી દ્વારા તેને હત્યા માટે "મોટી રકમ" ચૂકવવામાં આવી હતી અને તેણે તેના સાથી સંતોષ શેલાર મારફતે ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસ ચાલુ વર્ષે 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ નિવાસસ્થાન પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવી પ્રાપ્ત થવા સાથે સંબંધિત છે.
થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેને, જેમણે દાવો કર્યો હતો કે તેઓ એસયુવીના માલિક છે, તેઓ 5 માર્ચે થાણેની એક ખાડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આઘાતજનક! મહારાષ્ટ્રના આ વિસ્તારમાં કુપોષણનો આતંક, 15 દિવસમાં આટલાં બાળકોનાં થયાં મોત; જાણો વિગત