Telangana Election: BRSએ ટિકિટ ન આપતા પૂર્વ ડેપ્યુટી સીએમનું દર્દ છલકાયું, બાળકોની જેમ રડી પડ્યા.. જુઓ વિડીયો..

Telangana Election: તેલંગાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન થતિકોંડા રાજૈયા પર તેમની જ પાર્ટી BRSની મહિલા સરપંચ દ્વારા જાતીય સતામણીનો આરોપ છે. તેમની જગ્યાએ કડિયામ શ્રીહરિને ટિકિટ આપવામાં આવી છે.

by Akash Rajbhar
Former Telangana's Deputy CM's pain spilled over when BRS did not give ticket, wept bitterly like children

News Continuous Bureau | Mumbai 

Telangana Election: ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા અને તેલંગાણા (Telangana) ના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન થતિકોંડા રાજૈયા (Thatikonda Rajaiah) આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં રડી પડ્યાં. તેઓ ઘનપુર સ્ટેશન વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટની માંગ કરી રહ્યા હતા પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો.

તેલંગાણામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ BRS પાર્ટીએ આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ 21 ઓગસ્ટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

 ‘જાતીય સતામણી’ના કારણે ટિકિટ રદ્

અહેવાલો અનુસાર, થટીકોંડા રાજૈયા પર તેમના જ પક્ષના ગામના સરપંચ દ્વારા કથિત જાતીય સતામણીનો આરોપ છે. આ આરોપોને કારણે પાર્ટીએ તેમને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો છે. પાર્ટીએ કડિયામ શ્રીહરીને ઘનપુર સ્ટેશન વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપી છે

આ સમાચાર પણ વાંચો : Congress Working Committee: કોંગ્રેસની નવી વર્કિંગ કમિટી કેટલી મજબૂત છે, 2024માં ભાજપને ટક્કર આપી શકશે? જાણો હાલ કેવી છે કમિટીના 39 સભ્યોની સ્થિતિ.. વાંચો વિગતવાર અહીં…

સીએમ કેસીઆર બે સીટો પર ચૂંટણી લડશે

BRS પાર્ટી અત્યારે તેલંગાણામાં સત્તા પર છે. સીએમ કે. ચંદ્રશેખર રાવ (KCR) એ આગામી ચૂંટણીમાં 95 થી 105 બેઠકો જીતવાની વાત કરી છે. બીઆરએસની યાદી અનુસાર સીએમ કેસીઆર ગજવેલ અને કામરેડ્ડીથી ચૂંટણી લડશે.
સોમવારે (21 ઓગસ્ટ) પત્રકારો સાથે વાત કરતા, BRS ચીફ કે.કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે “અમારો અંદાજ છે કે અમે 95 થી 105 બેઠકો જીતીશું. માત્ર ધારાસભ્યો જ નહીં, સાંસદની બેઠકો પણ. અમે 17 (લોકસભા) બેઠકો જીતવા માંગીએ છીએ.” તેમણે એમ પણ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે અમારી મિત્રતા ચાલુ રહેશે.

Join Our WhatsApp Community

You may also like