જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સવારે 5 વાગ્યે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા કર્મીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. માહિતીના આધારે, સેનાના 44 આર્મી, પોલીસ અને સીઆરપીએફ જવાનોએ આતંકવાદીઓ માટે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો નજીક આવતા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ કરી દીધુ. જેના કારણે અથડામણ શરુ થઇ ગઈ. આ અથડામણ માં સુરક્ષા દળો દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, હજી પણ બે થી ત્રણ આતંકીઓ સુરક્ષા દળોના વર્તુળમાં ફસાયેલા છે, તેમને મારવા માટે કાર્યવાહી ચાલુ છે.
નોંધનીય છે કે આ અઠવાડિયે શોપિયાં જિલ્લામાં ત્રીજુ એન્કાઉન્ટર છે. રવિવાર અને સોમવારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના રેબેન અને પિંજોરા ગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સહિત નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા…