ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
પર્યટકોના પ્રિય એવા ગોવામાં અત્યારે ભયાવહ પરિસ્થિતિ છે. વાત એમ છે કે અહીં કોરોના ટેસ્ટ કર્યા બાદ પોઝિટિવિટી રેટ ૪૧ ટકા થઈ ગયો છે. એટલે કે 10 ટેસ્ટ કર્યા બાદ ચાર લોકો પોઝિટિવ આવી રહ્યા છે. આ આંકડા ભારત દેશના સૌથી ખતરનાક આંકડા છે
ઉલ્લેખનીય છે કે ગોવા સરકાર પહેલા પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરી ચૂકી હતી. હવે માત્ર ઉત્તર ગોવામાં લોકડાઉન ચાલુ છે. પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગોવા આખે આખા રાજ્યને સંપૂર્ણપણે લોકડાઉન કરવું પડશે.
ગોવા ની હાલત અન્ય તમામ રાજ્યો કરતાં ખરાબ છે. અહીંની વસતિ ઓછી છે પરંતુ ઓછી વસતિમાં પણ પોઝિટિવિટી રેટ વધુ હોવાને કારણે મૃત્યુદર પણ હવે વધશે.
