ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
ઇન્ડિયન શેર માર્કેટમાં ઝીંક અને નાની ખાનગી કંપનીઓના શેરમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. મોટી કમાણી કરવાની લાલચે આ પ્રકારની કંપનીઓમાં રીટેલ રોકાણકારો ફસાઇ રહ્યા છે. આવી સ્થિતિ હવે સરકારી કંપનીમાં પણ ઊભી થઈ છે. રેલવે મંત્રાલયના નેતૃત્વ હેઠળની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ(IRCTC)ના શેરમાં પણ માર્ચ મહિનાથી શરૂ થયેલ અણધારી ચાલ અંતે શેર સ્પ્લિટ થતા પહેલા અટકી હતી.
IRCTCનો રૂ. 500નો સ્ટોક માત્ર બે સત્રમાં રૂ. 200 સુધી ગબડી જતાં નાના રોકાણકારો બરબાદ થયા હતા. 30 સપ્ટેમ્બરના રોજ, શેરની કિંમત પ્રતિ શેર 3 હતી, જે 9મી વિભાજનની રેકોર્ડ તારીખે 5,000 રૂપિયાની આસપાસ હતી.
જોકે, શેર વિભાજન બાદ પણ IRCTCનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો. BSE પર કંપનીના લિસ્ટિંગ અનુસાર 9 નવેમ્બર, 2021ના રોજ 5 લાખ રૂપિયાથી ઓછા મૂડી રોકાણ સાથે રિટેલ રોકાણકારોની સંખ્યામાં બમ્પર વધારો જોવા મળ્યો છે.
રિટેલ રોકાણકારોની સંખ્યા 9 નવેમ્બરના રોજ વધીને 30.50% થઈ છે, જે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના અંતે માત્ર 19.12% હતી. બે લાખથી વધુ રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં પણ સાધારણ વધારો થયો છે.
રસપ્રદ વાત એ છે કે, સિંગાપોર સરકારનું 9 નવેમ્બર સુધી શેરધારકોની યાદીમાં નામ પણ નથી. એટલે કે તેણે તેનો હિસ્સો વેચી દીધો છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે તેની પાસે 1.5% હિસ્સો હતો. આ સિવાય FPI પાસે પણ 5.81% હિસ્સો હતો. જે હવે ઘટીને 6.5% થઈ ગયો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં પણ ચોંકાવનારો આંકડો છે. 30 સપ્ટેમ્બરના રોજ, ફંડ હાઉસીસ પાસે 6.5% હિસ્સો હતો, જે નવેમ્બરની યાદીમાં માત્ર 0.2% છે, જેનો અર્થ છે કે ફંડ હાઉસોએ પણ IRCTCમાં ભારે રોકાણ કર્યું છે અને રિટેલ રોકાણકારોને જાળવી રાખ્યા છે.