ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
ચીન ઇંચ ઇંચ કરીને લદાખમાં ઘુસણખોરી કરી રહ્યું છે.. આ શબ્દો છે સૌથી નાની વયે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો, તેમજ એક જ દિવસે બે વાર માઉન્ટ એવરેસ્ટ ચઢવાનો વિક્રમ ધરાવનાર તેમજ સેનામાં ફરજ બજાવી ચુકનાર સોનમ વાંગયાલ ના શબ્દોમાં… જે માટે તેઓ રાષ્ટ્રપતિ એવૉર્ડ પણ મેળવી ચૂક્યાં છે.
સોનમ વાંગયાલ દાયકાઓથી લદ્દાખમાં એક સામાન્ય ભરવાડ ની જેમ જીવન બતાવી રહ્યા છે. તેમણે ચીન સાથે ભારતના વર્તમાન ઘર્ષણને અતિગંભીર સ્થિતિ ગણાવી છે. સોનમ વાંગચુકે કહ્યું કે "હું છે 1960 થી જોઈ રહ્યો છું કે ચીન, ઇંચ બાય ઇંચ ભારતની જમીન હડપ કરી રહ્યું છે અને આ વખતે તો લદાખ નો મોટો હિસ્સો ઝડપી લીધો. જે ખૂબ ગંભીર વાત છે."
વાંગયાલે કહ્યું કે "ચીની સૈનિકો તિબેટીયનો ના વેશમાં આવે છે. સરહદની પેલે પારથી ચીજ વસ્તુઓની આપ-લે કરે છે. આ લોકોને ગામડાની ભોળી પ્રજા ,સરહદી ગામડાઓના તેમની જેવા જ રહેતા તિબેટીયનો સમજી લે છે. ગ્રામજનો, તિબેટીયન અને ચીનાઓ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. આમ દગાખોરી કરીને ચીનાઓ ભારતની સરહદમાં ઘુસી જઇ ગામડાના ભોળા લોકો સાથે ઝપાઝપી કરે છે. અચાનક થયેલા હુમલાથી ડરી ગયેલા ગ્રામજનો પોતાની જગ્યા છોડીને ભાગી જાય છે. ત્યારબાદ ચીની સૈનિકો આ જમીન પર ડેરાતંબુ તાણી દે છે." વર્ષોથી આ ટેક્નિક અપનાવી અપનાવીને આજે ચીની સૈનિકોએ લદ્દાખ નો મોટો ભાગ હડપ કરી લીધો છે. આવું જ ચીનાઓ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો અને ભૂતાન સરહદે પણ કરી રહ્યા છે. સોનમ વાંગચૂક એ આ ગંભીર બાબતે સરકાર ને વિચારવાનું કહ્યું છે. જો સરકાર અહીં જ આ લોકોને નહીં અટકાવે તો એક દિવસ એવો આવશે. જ્યારે જમ્મુ કાશ્મીરની સરહદ સુધી ચીની સૈનિકો ઘુસી ગયા હશે..
આમ પેરામિલિટરી ફોર્સ માં ફરજ બજાવી ચૂકેલા અને ગાલવાન ઘાટીમાં સૈનિકો સાથે ઝપાઝપી દરમિયાન માંડ-માંડ બચી ગયેલા સોનમ વાંગયાલ એ સરકારને સજાગ રહેવાની ટકોર કરી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com