ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
કોર્ટની અવમાનના કેસમાં દોષી ઠરેલા વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી નામંજૂર કરી છે. હકીકતમાં, ભાગેડુ ઉદ્યોગપતિ માલ્યાએ 9 મે, 2017 ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશની પુનર્વિચારણા માટે એક અરજી કરી હતી, જેમાં ન્યાયિક આદેશોને ઘ્યાનમાં લીધાં વગર, તેના બાળકોના ખાતામાં 400 મિલિયન અમેરિકન ડોલર ટ્રાન્સફર કર્યા હતાં. જે બદલ કોર્ટે અવમાનના બદલ દોષી ઠેરવવ્યા હતાં..
27 ઓગસ્ટે જસ્ટીસ યુ.યુ. લલિત અને ન્યાયાધીશ અશોક ભૂષણએ આ કેસમાં દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. વિજય માલ્યાની પુનર્વિચાર અરજી છેલ્લા ત્રણ વર્ષમાં સંબંધિત કોર્ટ સમક્ષ કેમ સૂચિબદ્ધ કરવામાં ન આવી? તે અંગે સંબંધિત વિભાગના ફાઇલ જોનારા અધિકારીઓના નામ સહિતની તમામ માહિતી પણ ઉચ્ચ ન્યાયાલયે માંગી હતી.
નવ હજાર કરોડ રૂપિયાથી વધુના બેંક લોન ફ્રોડ કેસમાં આરોપી માલ્યા હાલ યુ.કેમાં છે. સર્વોચ્ચ અદાલતે 2017 માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના જૂથની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે માલ્યાએ વિવિધ ન્યાયિક આદેશોનું "જાહેરમાં ઉલ્લંઘન કર્યું" હતું અને બ્રિટીશ કંપની ડાયેજિયો પાસેથી 400 મિલિયન અમેરિકન ડોલર લઈ તેના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે જ બીજા એક મામલામાં હાઈકોર્ટે હાલની ક્ષતિગ્રસ્ત કિંગફિશર એરલાઇન્સના દેવાની પતાવટ કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. યુબીએચએલે દાવો કર્યો છે કે તેની સંપત્તિનું બજાર મૂલ્ય તેની જવાબદારીઓ કરતા વધારે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com