News Continuous Bureau | Mumbai
Galgotias University નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ‘AI Impact Summit 2026’ માં ગ્રેટર નોઈડાની ગલગોટિયા યુનિવર્સિટીએ એક મોટા વિવાદને જન્મ આપ્યો છે. યુનિવર્સિટીએ એક રોબોટિક ડોગ પ્રદર્શિત કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે તેમની ઇન-હાઉસ એઆઈ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યો છે. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે આ રોબોટ અસલમાં ચીની કંપનીનો છે, જેના કારણે ભારતની વૈશ્વિક મંચ પર બદનામી થઈ હોવાનું માનીને સરકારે યુનિવર્સિટીને સ્ટોલ હટાવી લેવા જણાવ્યું છે.સોશિયલ મીડિયા પર યુનિવર્સિટીના પ્રતિનિધિનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ આ રોબોટને ‘ઓરિયન’ નામ આપીને તેને ગલગોટિયાના એન્જિનિયરોએ તૈયાર કર્યો હોવાનું કહેતા સાંભળી શકાય છે.
સોશિયલ મીડિયા પર કેવી રીતે પોલ ખુલી?
China Pulse’ અને અનેક ટેક એક્સપર્ટ્સે સોશિયલ મીડિયા પર આ રોબોટની તુલના ચીની રોબોટિક્સ કંપની Unitree Robotics ના Go2 મોડલ સાથે કરી હતી. ફોટા અને વિડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ વ્યાપારી રીતે ઉપલબ્ધ ચીની મોડલ જ છે. યુઝર્સે આરોપ લગાવ્યો કે યુનિવર્સિટીએ માત્ર સ્ટીકર લગાવીને વિદેશી ટેકનોલોજીને પોતાની ગણાવી ભારતની ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે.
શું છે Unitree Go2 રોબોટિક ડોગની ખાસિયત?
એક્સપર્ટ્સના મતે આ રોબોટ બજારમાં ૨ થી ૩ લાખ રૂપિયામાં સરળતાથી મળી રહે છે. તેમાં 4D LiDAR ટેકનોલોજી છે, જે તેને સીડી ચઢવામાં અને મુશ્કેલ રસ્તાઓ પર ચાલવામાં મદદ કરે છે. ગલગોટિયા યુનિવર્સિટીએ આ ચીની પ્રોડક્ટને રાષ્ટ્રીય કક્ષાના એક્સપોમાં ‘દેશી ઈનોવેશન’ તરીકે રજૂ કરતા વિવાદ વકર્યો છે.
The fiasco at the AI Impact Summit 2026 at Bharat Mandapam is a national embarrassment. When Galgotias University showcases a Chinese-made Unitree Go2 robotic dog (available online for around ₹2.5 lakh) and rebrands it as their own “Orion” project within a hyped ₹350+ crore AI… pic.twitter.com/DNpX8eRWGX
— Navajyoti Patnaik (@NavjyotiPatnaik) February 18, 2026
આ સમાચાર પણ વાંચો : Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
યુનિવર્સિટીનો બચાવ અને સરકારનું કડક વલણ
વિવાદ બાદ યુનિવર્સિટીએ સફાઈ આપી છે કે તેમણે તેને વિકસાવવાનો દાવો કર્યો નથી, પરંતુ તે માત્ર વિદ્યાર્થીઓના શીખવા માટે લાવવામાં આવ્યું હતું. જોકે, વાયરલ વિડિયોમાં કરાયેલા દાવાઓ આ સફાઈથી તદ્દન વિપરીત છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા ગંભીર સમિટમાં ખોટા દાવા કરવા બદલ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી એક્સપો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.