ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
શાકભાજી વિક્રેતાઓએ દસેક રૂપિયાનો છૂટો લીલો મસાલો વેચવાનું બંધ કરી દીધું છે જેમાં કોથમીર, મરચાં, આદુ અને કઢીનાં પાનનો સમાવેશ થાય છે. જો તમારે કોથમીર જોઈતી હશે તો હવે આખી ઝૂડી જ ખરીદવી પડશે. કેમ કે કોથમીરના ભાવો આસમાને પહોંચ્યા છે. કેટલાક ગ્રીન ગ્રોસર્સે ધાણાનો સામાન સ્ટોક કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. જ્યારે કેટલીક જગ્યાએ ધાણાની એક નાનકડી મુઠ્ઠી ઝૂડી 20 રૂપિયા આવી હતી, અને મધ્યમ કદનું બંડલ મંગળવારે 45 રૂપિયામાં વેચાયું હતું.
ગયા અઠવાડિયે ભારે વરસાદ દરમિયાન ભાજીપાલાના પાકને ખૂબ બગાડ થયો છે. ખાર માર્કેટ, બાંદ્રા માર્કેટ, દાદર, બોરીવલી અને વિક્રોલીના વિક્રેતાઓ પણ 25 થી 40 રૂપિયા ઝૂડીના વસૂલી રહયાં છે. એપીએમસીના વેપારીએ જણાવ્યું હતું કે ના મોટા બંડલની જથ્થાબંધ કિંમત 90 થી 98 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. "મુંબઇમાં કોથમીર નાશિક અને પુણેથી આવે છે, અને જૂલાઈ દરમિયાન પાક ધોવાઈ ગયો હોવાથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાજી પાલાને લઈ આગામી એક મહિના સુધી પરિસ્થિતિ આવી જ અનિશ્ચિત રહેશે."
હોટલો, રેસ્ટોરાં અને ભેલવાળા પણ કોથમીરનો વપરાશ ખૂબ ઓછો કરી રહ્યા છે. શાકભાજીની વાનગીઓ પર સજાવટ તરીકે કોથમીર જોવા મળતી નથી. જ્યારે ભેલમાં કોથમીરની ગેરહાજરીને પહોંચી વળવા કાચી કેરી, બીટ, કોબીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com