ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
પૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને આઈએસઆઈએસ કાશ્મીરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. .
આ ઉપરાંત સુરક્ષા માટે ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ગૌતમ ગંભીરને ગત રાત્રિના રોજ 9:30 કલાકે તેમના સત્તાવાર ઈમેઈલ પર આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેમાં ધમકી આપવામાં આવી છે કે, અમે તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું.
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર નિવેદનો માટે જાણીતા છે. હાલમાં જ તેમણે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું.
દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી આ રીતે નક્કી કરશે પોતાનો ઉત્તરાધિકારીઃ જાણો વિગત
