Ghaziabad Tragedy: કાળજું કંપાવનારી ઘટના: ગાઝિયાબાદમાં 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને કરી આત્મહત્યા; ઓનલાઇન ગેમની લત કારણભૂત?

Ghaziabad Tragedy: 12, 14 અને 16 વર્ષની વયની ત્રણ સગી બહેનોનું સામૂહિક પગલું; કોરિયન લવ ગેમની આદત અને પરિવારની મનાઈ બાદ જીવન ટૂંકાવ્યું

by Akash Rajbhar
Ghaziabad Tragedy Three Minor Sisters Leap to Death from 9th Floor; Online Game Addiction Suspected

News Continuous Bureau | Mumbai

Ghaziabad Tragedy: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ સગી બહેનોએ એકસાથે નવમા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આ ત્રણેય બહેનોને ઓનલાઇન ગેમ્સની ભયંકર લત હતી. પરિવારે મોબાઈલ ગેમ રમવાની ના પાડતા આ ત્રણેય માસૂમ બાળાઓએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આ ઘટના બાદ આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ઘટના ગાઝિયાબાદના ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારની ‘ભારત સિટી’ સોસાયટીમાં મંગળવારે રાત્રે અંદાજે 2 વાગ્યે બની હતી. મૃતક બહેનોની ઓળખ નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) તરીકે થઈ છે. તેમના પિતા ચેતન કુમાર હાલમાં આઘાતમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય બહેનો દરરોજનું દરેક કામ સાથે જ કરતી હતી અને મોતની છલાંગ પણ તેમણે સાથે જ લગાવી હતી.

કોરિયન લવ ગેમ અને ટાસ્ક-બેઝ્ડ ગેમની જાળ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય બહેનો ‘કોરિયન લવ ગેમ’ અને અન્ય ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. કોરોનાકાળ દરમિયાન તેમને મોબાઈલની લત લાગી હતી જે ધીરે ધીરે જીવલેણ વ્યસન બની ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેમ્સમાં ચોક્કસ ટાર્ગેટ પૂરા કરવાના હોવાથી તેઓ તેમાં એટલી ડૂબી ગઈ હતી કે તેમનું શાળાએ જવાનું પણ અનિયમિત થઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : Father of All Deals: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, હવે ટેક્સ વગર થશે $40 અબજનો વેપાર.

મધરાત્રે 2 વાગ્યે 9મા માળેથી લગાવી છલાંગ

ભારત સિટી સોસાયટીના ટાવર B1 ના ફ્લેટ નંબર 907 માં રહેતી આ બહેનોએ મધરાત્રે જ્યારે આખું શહેર સૂતું હતું ત્યારે આત્મહત્યા કરી હતી. સુરક્ષા ગાર્ડ અને સ્થાનિક લોકોએ અવાજ સાંભળ્યા બાદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે મોબાઈલ ફોન અને ગેમિંગ ડેટા કબજે લીધો છે જેથી આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને કોઈના દબાણ વિશે જાણી શકાય.

સાયકોલોજિસ્ટની સલાહ અને વાલીઓ માટે ચેતવણી

આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઇન ગેમિંગના જોખમો વિશે ચર્ચા જગાવી છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકો જ્યારે ઇન્ટરનેટ પર વર્ચ્યુઅલ દુનિયાને વાસ્તવિકતા માની લે છે, ત્યારે તેઓ આવા આત્યંતિક પગલાં ભરે છે. નિષ્ણાતો વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ પર નજર રાખે અને જો બાળક ડિપ્રેશન કે ગુસ્સાના લક્ષણો બતાવે તો તાત્કાલિક કાઉન્સેલિંગની મદદ લેવી જોઈએ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More