ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
લગભગ 11 મહિના બાદ દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનાં વિરોધ સ્થળ પર લગાવેલા બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી આદેશ છે, તેથી અમે બેરિકેડિંગ હટાવીને રસ્તો ખોલી રહ્યા છીએ.
જોકે હાલમાં ફક્ત બેરિકેડ હટી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂત હજું ત્યાં જ અડેલા છે.
થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, ખેડૂતો રસ્તા જામ કરીને આંદોલન ન રાખી શકે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનને કારણે આ રસ્તો લાંબા સમયથી બંધ હતો.
