ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
29 જાન્યુઆરી 2021
ગતરાત્રે દિલ્હી પોલીસે બુરાડી મેદાનમાંથી આંદોલનકારી ખેડૂતોને ખસેડી નાખ્યા. અહીં થી ૩૦ જેટલા ખેડૂત સિંધુ સીમા પર જતા રહ્યા જ્યારે કે 15 ને હિરાસતમાં લેવામાં આવ્યા.
બીજી તરફ ઉત્તરપ્રદેશના એક ખેડૂત સંગઠન અને પોતાનું આંદોલન સમાપ્ત કર્યું. તેમજ બીજા ખેડૂત સંગઠન અને સરકાર સાથે વાતચીત નો રસ્તો અપનાવ્યો. કિસાન સંગઠન ભારતીય કિસાન યુનિયનને આંદોલન થી અલગ થયું.
હવે બધાની નજર ગાઝીપુર બોર્ડર પર સ્થિર થઈ ગઈ છે. ગત રાત્રે પોલીસે અહીં વીજળી, પાણી તેમજ અન્ય સુવિધાઓ રોકી દીધી. અહીં રહેનાર ગ્રામજનોએ ખેડૂત સંગઠનની વિરોધમાં આંદોલન કર્યું. ટીકૈત ને જ્યારે ખબર પડી કે હવે વળતા પાણી છે. તેમજ તેના મેદાનમાંથી પણ ખેડૂતો જઈ રહ્યા છે. ત્યારે તેઓ રડી પડ્યા. જેને કારણે આખી પરિસ્થિતિ ઈમોશનલ થઈ ગઈ. આનો લાભ ટીકૈતે ઊંચકી લીધો અને ખેડૂતોને રોકી દીધા. આનાથી સાબિત થાય છે કે ટીકૈત ઊંચા ખેલાડી છે. બીજી તરફ અડધી રાત્રે જ્યારે એક વ્યક્તિએ ટીકૈત ને કશું જણાવ્યું ત્યારે ગુસ્સામાં લાલચોળ થયેલા ટીકૈતે એ અજાણ્યા વ્યક્તિને થપ્પડ ચોડી દીધી.
ખેડૂતોએ હવે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય કર્યો છે.એવું માનવામાં આવે છે કે હવે આ આંદોલન દિલ્લી બોર્ડર થી ઉત્તર પ્રદેશ બોર્ડર તરફ વળશે.
ખેડૂત આંદોલન ને હવે રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપવાનું શરૂ કર્યું છે. આનાથી આખું આંદોલન હવે રાજનીતિ તરફ વળ્યું છે. એટલે એક વાત સ્પષ્ટ થશે કે આ આંદોલન હવે રાજનૈતિક બની જશે.
કુલ મળીને ખેડૂત આંદોલન માં હવે મોટી ફૂટ છે. 26 જાન્યુઆરી પછી હવે વળતા પાણી છે.