વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021ના માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરાઈ છે.
પુરસ્કાર મેળવનારા બાળકોની યાદીમાં લોકડાઉન દરમિયાન હરિયાણાથી બિમાર પિતાને સાયકલ પર 1200 કિલોમીટરનું અંતર કાપીને બિહાર લઈ જનાર જ્યોતિ કુમારી પણ શામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સિંગથી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા તમામ બાળકો સાથે સંવાદ કર્યો હતો.
