Site icon

મીડિયા રિપોર્ટ પર ભડક્યા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ-કહ્યું- જજોને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે-જાણો શું છે સમગ્ર મામલો 

take action against those trolling the chief justice opposition mp letter to president

લ્યો બોલો.. મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષમાં ટ્રોલ થયા ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ, વિપક્ષી સાંસદોએ સીધી રાષ્ટ્રપતિને કરી ફરિયાદ.. પત્ર લખી કરી આ માંગ..

News Continuous Bureau | Mumbai

દેશની સર્વોચ્ચ અદાલતમાં(Supreme court) એક મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી. વાય ચંદ્રચૂડે(Justice D. Y Chandrachud) મીડિયા પર આકરી ટિપ્પણી કરતા કહ્યુ કે, જજોને(Judges) ટાર્ગેટ કરવાની પણ એક મર્યાદા હોય છે. જજો તરફથી મામલાની સુનાવણી ન કરવા સાથે જોડાયેલા એક મીડિયા રિપોર્ટને લઈને તેમણે આ ટિપ્પણી કરી છે. 

Join Our WhatsApp Community

હકીકતમાં, વકીલ તરફથી મેન્શન એક કેસમાં માંગ કરવામાં આવી રહી હતી કે ઈસાઈયો(Christians) વિરુદ્ધ હિંસા(Violence) અને હુમલા(Attacks) વિરુદ્ધ દાખલ કેસનું લિસ્ટિંગ(Listing) કરી લેવામાં આવે. તેના પર જસ્ટિસ ચંદ્રચુડ એ કહ્યુ કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા હતા કે કેસને સુનાવણી માટે લેવામાં આવ્યો નથી. ત્યારબાદ જસ્ટિસ ચંદ્રચુડએ કહ્યુ, 'જજોને એક બ્રેક આપો. હું કોરોનાથી(Covid19) પીડિત હતો તેથી આ મામલો સ્થગિત થઈ ગયો હતો. મેં સમાચાર વાંચ્યા કે જજ આ કેસને લઈ રહ્યાં નથી. અમને ટાર્ગેટ કરવાની પણ એક લિમિટ છે' 

ઉલ્લેખનીય છે કે આ મામલાની સુપ્રીમ કોર્ટમાં ૧૫ જુલાઈએ સુનાવણી થવાની હતી, પરંતુ બેંચ ઉપલબ્ધ ન હોવાને કારણે થઈ શકી નહીં. આ અરજી બેંગલોરના(Banglore) બિશપ ડો. પીટર મૈકાડો(Bishop Dr. Peter Macado) તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશભરમાં ઈસાઈ પાદરિયો(Christian priest) અને તેની સંસ્થાઓ પર હુમલા અને તેના વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ઝડપથી વધી છે. તેમના તરફથી દાખલ અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી કે તે ઈસાઈયો વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને રોકવા માટે તંત્ર અને રાજ્ય સરકારોને(State govt) આદેશ આપે.

આ સમાચાર પણ વાંચો : સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ 

બિશપનું કહેવું હતું કે ઈસાઈયો વિરુદ્ધ થઈ રહેલી હિંસક ઘટનાઓની તપાસ માટે એસઆઈટીની(SIT) રચના થવી જાેઈએ અને તેના સભ્યો તે રાજ્યની બહારના હોવા જોઈએ, જ્યાંનો તે કેસ છે. એટલું જ નહીં તેમનું કહેવું હતું કે ઘણા મામલામાં એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો, પરંતુ પીડિતો વિરુદ્ધ જ કાઉન્ટર એફઆઈઆર દાખલ કરાવી દેવામાં આવી.  

નોંધનીય છે કે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે આજકાલ એજન્ડાની સાથે ડિબેટ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને ટીવી મીડિયા અને સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે અહીં ખોટી જાણકારી કે અડધું સત્ય પીરસવામાં આવે છે, જે લોકતંત્રને બે ડગલા પાછળ લઈ જાય છે.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version