News Continuous Bureau | Mumbai
ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી ( You ng population) વસે છે. ૧.૪ અરબની વસ્તી સાથે આપણા દેશમાં દુનિયાની લગભગ ૧૭.૫ ટકા વસ્તી રહે છે. એમ કહેવું ખોટું નહીં હોય કે પૃથ્વી પર દર ૬ માંથી ૧ યુવા વ્યક્તિ ભારતીય છે.
દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી એક તરફ તો દેશ માટે વરદાન છે પરંતુ બીજી તરફ આગામી સમયમાં ચિંતાનો વિષય પણ બની શકે છે. આટલી મોટી યુવા વસ્તી સાથે આગામી ૧૫ વર્ષ બાદ આશ્રિતોની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આંકડા જણાવે છે કે ૨૦૧૮ બાદથી ભારતની વસ્તીના વર્કિંગ ક્લાસ (working class) (૧૫ થી ૬૪ વર્ષ વચ્ચેના લોકો) આશ્રિત વસ્તીથી વધુ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આશ્રિત વર્ગ ૧૪ અથવા તેનાથી ઓછી ઉંમરના બાળકો અને સાથે જ ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ગણવામાં આવે છે.
મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો- અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાખ્યા અધધ- આટલા ખરબ રૂપિયા- આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી
તો બીજી તરફ ડેમોગ્રાફિક ડિવિડેંટ્સના(Demographic Dividends) અંદાજિત આંકડા પર ધ્યાન આપીએ તો ખબર પડે છે કે કામ કરવાની ઉંમરની વસ્તીમાં(Age population) આ ઉછાળો ૨૦૫૫ સુધી અથવા તેના શરૂ થવાના ૩૭ વર્ષ બાદ સુધી યથાવત રહેશે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(United Nations Population fund) દ્રારા ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડેંટ્સ પર કરવામાં આવેલા એક સ્ટડીમાં બે રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. પ્રથમ ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડેંટ્સની બારી ૨૦૦૫-૦૬ થી ૨૦૫૫-૫૬ સુધી પાંચ દાયકા માટે ઉપલબ્ધ છે. જે દુનિયાના કોઈ પણ દેશની તુલના સૌથી લાંબી છે. આ ડેમોગ્રાફિક ડિવિડેંસ વિંડો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમય પર જનસંખ્યા પેરામીટર્સના(population parameters) અનુસાર માપવામાં આવી છે.
United Nations World Population Prospect (WPP) ના નવા પૂર્વાનુમાન અનુસાર ભારત વર્ષ ૨૦૨૩ સુધી ૧૪૦ કરોડની વસ્તી સાથે ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે. ભારત હાલમાં વિશ્વની કુલ વસ્તીના ૧૭.૫ ટકા છે. તો બીજી તરફ વસ્તીના વર્ષ ૨૦૩૦ સુધી ૧૫૦ કરોડ અને વર્ષ ૨૦૫૦ સુધી ૧૬૬ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે.
ભારતના TFR માં ઘટાડોઃ વર્ષ ૨૦૨૧ માં ભારતનો કુલ પ્રજનન દર(Total Fertility Rate-TFR) Replacement સ્તર પ્રજનન ક્ષમતા (જે પ્રતિ મહિલા ૨.૧ બાળક છે) થી નીચે ઘટીને ૨.૦ થઇ ગઇ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મણિપુર અને મેઘાલયને બાદ કરતાં ઘણા રાજ્ય ૨ના TFR સુધી પહોંચી ગયા છે. આજ કારણ છે કે ૨૦૩૭ સુધી ૨૫-૬૪ ઉંમરના ભારતીયોની ભાગીદારી પોતાના પીક પર પહોંચશે ત્યારબાદ તે ઘટવાની શરૂ થઇ જશે જાેકે ૨૦૫૨ સુધી ઘટતી જશે. આ તે તબક્કો હશે જેમાં ૬૫ થી વધુની ઉંમરની વસ્તીનો ભાગ વધવાની આશા છે. ફેરફાર સૌથી પહેલાં દક્ષિણી રાજ્યોમાં નોંધવામાં આવશે. જેમાં તમિલનાડુ અને કેરલની લગભગ ૨૦% વસ્તી ૨૦૩૬ સુધી ૬૦ વર્ષની ઉંમરને પાર કરી જશે. આ વસ્તી વિષયક ફેરફારમાં ભારત એકલું નથી.
બખ્ખા – PPF-સુકન્યા સમૃદ્ધિના રોકાણકારોને 10 દિવસમાં મળશે ખુશખબર- સરકાર કરશે આ જાહેરાત
તમને જણાવી દઇએ કે મોટાભાગના દેશ અથવા તો ફેરફારના તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે અથવા નજીકના ભવિષ્યમાં તેમની વસ્તીમાં ભારે ફેરફાર જોવા મળવાનો છે. આજના સમયમાં ગ્લોબલ વસ્તી એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઇ રહી છે. પોતાના રેકોર્ડ સ્તર પહોંચ્યા બાદ ૨૦મી સદીના મુકાબલે વસ્તીવધારો ઓછો થઇ રહ્યો છે. આજના સમયમાં એશિયામાં જાપાન એકમાત્ર એવો દેશ છે જ્યાં વૃદ્ધાવસ્થા પર ર્નિ ભરતાનો રેશિયો ૪૦થી વધુ છે. બીજી તરફ અનુમાન છે કે ૨૦૫૦ સુધી દુનિયાભરમાં ૫૫ થી વધુ દેશ તે રેશિયને પાર કરી જશે. એટલે દુનિયાની લગભગ ૪૦ ટકા વસ્તી પોતાની વૃદ્ધાવસ્થામાં પગ મૂકી દેશે.
અનુમાન છે કે દુનિયાભરમાં વૃદ્ધોની વસ્તી (૬૫ વર્ષ અને તેથી વધુ) ની કામ કરવાની ઉંમરની વસ્તી (૧૫-૬૪) ના રેશિયા કરતાં બમણી થઇ જશે. ડેમોગ્રાફિક આંકડા પર નજર કરીએ તો આગામી ૨૦ વર્ષમાં દેશમાં સમય સથે યુવા આયુ વર્ગની વસ્તી ઝડપથી ઘટશે જેથી ભારતમાં વૃદ્ધ વસ્તીનો ભાગ વધવાનું નક્કી છે. આટલી મોટી વસ્તી ઝડપથી વૃદ્ધ થતાં દેશની જનસંખ્યાનો મોટો ભાગ પેન્શન પર નિભર થઇ જશે. જોકે ભારતમાં પેંશન પ્રાપ્ત કરનાર વૃદ્ધોની સૌથી ઓછી ભાગીદારી અને સ્વાસ્થ્ય પર ખર્ચ કરનાર દેશોમાંથી એક છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશમાં મોટાભાગના કમાનાર લોકો પોતાની પેન્શનને લઇને સજાગ નથી. તો બીજી તરફ NPS ના આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી છતાં દેશમાં પેંશન સેવિંગ ફક્ત ૧૪% લોકો કરે છે. તેનાથી આગામી સમયમાં શક્ય છે કે ખરાબ મોનેટરી સપોર્ટ અને નિવૃતિ બાદ જરૂરી ખર્ચના લીધે અડધી જનતાને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડીયન ઇકોનોમીના(Center for Monitoring Indian Economy) અનુસાર એપ્રિલ ૨૦૨૨ માં બેરોજગારી દર, ૭.૬ ટકા સામાન્ય ઘટાડા છતાં હજુ પણ વધુ છે. ૨૦૨૧ ના 'સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડીયા રિપોર્ટ(State of Working India Report)' ના અનુસાર ૨૦૧૭ અને ૨૦૨૧ વચ્ચે કામ કરવાની ઉંમરની વસ્તીમાં ૧૧૫.૫ મિલિયનનો વધારો થયો, પરંતુ લેબર ફોર્સમાં ફક્ત ૭.૭ મિલિયનનો વધારો થયો છે. તો બીજી તરફ દેશની વર્ક ફોર્સ હકિકતમાં ૧૧.૩ મિલિયન સુધી ઘટી ગઇ છે. ભારતમાં શિક્ષણના સ્તર પર બેરોજગારીનો દર સમાન રૂપથી ચિંતાનો વિષય રહ્યો છે. ૨૦૨૨ ના 'સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી રિપોર્ટ' ના અનુસાર દેશમાં બેરોજગારીનો દર અને શિક્ષણનું સ્તર એકસાથે વધી રહ્યું છે.