News Continuous Bureau | Mumbai
SIH 2024: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપનો ભાગ ગોદરેજ એન્ડ બોય્સના એપ્લાયન્સિસ બિઝનેસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2024ની 7મી એડિશન માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. દેશવ્યાપી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન પહેલનો ઉદ્દેશ યુવાનોની સર્જનાત્મક્તા અને જ્ઞાનમાં વધારો કરતાં વાસ્તવિક જીવનના પડકારોને ઉકેલવા તૈયાર કરવાનો છે.
આ વર્ષે SIH માટે ગોદરેજ એપ્લાયન્સિસે ( Godrej Appliances ) વિદ્યાર્થીઓ માટે ટકાઉપણા “ઈનોવેટિંગ ફોર સસ્ટેનેબેલિટીઃ ડ્રાઈવિંગ રિસોર્સ કન્ઝર્વેશન (એનર્જી એન્ડ વોટર) ઈન લાર્જ એપ્લાયન્સિસ (એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, અને ડેઝર્ટ એ કુલર્સ)” (ટકાઉપણા માટે ઈનોવેશનઃ મોટા એપ્લાયન્સિસમાં સંસાધનોનું સંરક્ષણ) થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આ થીમ હાર્ડવેર અને સોફ્ટવેર બંને હેકાથોનને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે અને તે પ્રતિસ્પર્ધકોને આવશ્યક ઘરેલુ અપ્લાયસન્સિસની અસરકારકતા અને ટકાઉપણામાં વધારો કરવા ઈનોવેટિવ ઉકેલો વિકસિત કરવા પ્રોત્સાહન પૂરુ પાડશે. જે સંસાધનના સંરક્ષણ અને પર્યાવરણીય સુરક્ષાની જવાબદારીના વૈશ્વિક લક્ષ્યો સાથે સંરેખિત હશે.
આ ભાગીદારી વિશે ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 ( Smart India Hackathon ) માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. ગોદરેજ એપ્લાયન્સિસ ખાતે અમે હંમેશા સકારાત્મક પરિવર્તનને વેગ આપવા ઈનોવેશનની તાકાતમાં માનીએ છીએ. હોશિયાર યુવાનોને લાર્જ એપ્લાયન્સિસ (મોટા ઉપકરણો)માં ટકાઉપણા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા અને સર્જનાત્મક ઉકેલ માટે પડકારવાથી અમે ઉકેલોની નવી જનરેશનને વેગ આપી શકીશું. તેમજ વધુ ઉજ્જવળ અને હરિયાળુ ભાવિ સર્જન કરવા યોગદાન આપી શકીશું.”
આ સમાચાર પણ વાંચો : Surat Economic Region: સુરતના સર્વાંગી વિકાસ માટે ‘શિક્ષણ, સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગાર’ વિષય પર યોજાયો નિષ્ણાંતોનો સંવાદ, આ ઉદ્યોગોને સ્કીલ્ડ શિક્ષણની છે ખૂબ જરૂર.
શિક્ષણ મંત્રાલયના ( Education Ministry ) ઈનોવેશન સેલના ચીફ ઈનોવેશન ઓફિસર તથા એઆઈસીટીઈના વાઈસ ચેરમેન ડો. અભય જેરેએ જોડાણ અંગે ઉત્સુક્તા દર્શાવતાં કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ ઈનોવેશન અને એક્સેલન્સનો પર્યાય છે. ભારતભરના તેજસ્વી યુવાનોને ( Indian Youth ) સશક્ત અને પ્રેરણા પૂરી પાડવાના અમારા મિશન સાથે ગોદરેજ એપ્લાયન્સિસનું જોડાણ ઈનોવેશનના પ્રવાસમાં પ્રગતિ અપાવશે. જે માત્ર ઉદ્યોગને લાભ જ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યના સર્જનમાં પણ યોગદાન આપશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન એ વિદ્યાર્થીઓમાં રહેલાં શૈક્ષણિક જ્ઞાન અને વ્યવહારૂ જ્ઞાન (પ્રેક્ટિકલ એપ્લિકેશન) વચ્ચેના તફાવતને દૂર કરે છે, અને ગોદરેજ એપ્લાયન્સિસ જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની મદદથી ઈનોવેશનને વેગ આપતાં આ મિશનને નવા શિખરો સર કરાવવા સજ્જ બને છે.”
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) એ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ડિઝાઈન, મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્નાતકનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આવરી લેતી દેશવ્યાપી પહેલ છે. જેમાં વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં નડતા પડકારોને ઉકેલતાં સોલ્યુશન્સ રજૂ કરે છે. ઈનોવેશન અને પ્રેક્ટિકલ પ્રોબ્લમ-સોલ્વિંગને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવેલ SIH વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ માટે સર્જનાત્મક ઉકેલો વિકસાવવા અને રજૂ કરવા માટે ડાયનેમિક પ્લેટફોર્મ પૂરું પાડે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.