ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુન 2020
વૈશ્વિક સ્તરે કોરોનાનો ઉપદ્રવ વધતા સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. દુનિયાના બજારમાં છેલ્લા આઠ વર્ષની ટોચની સપાટીએ સોના-ચાંદીના ભાવો પહોંચ્યા છે. વાત કરીએ મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવની તો, વૈશ્વિક સ્તરે તેજી જોવા મળતાં અહીં પણ તેજી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે હાલ વિશ્વમાં અમેરિકા સહિત વિવિધ દેશોમાં કોરોનાનો ઉપદ્રવ વધતાં વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડવાની શક્યતાઓ વચ્ચે, દુનિયાના બજારમાં સોનાના ફંડોની લેવાલી વધતાં, વૈશ્વિક બજારની પાછળ ભારતમાં પણ ઘર આંગણે આયાત પડતર ઉચકાતા, કિંમતી ધાતુઓના ભાવમાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે.
આમ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઔશના 1763 સુધી પહોંચ્યા. જ્યારે ચાંદી ના ભાવ ઔશના 18 ડોલરને આંબી ગયા હતા.
મુંબઈ બજારમાં આ જ ધાતુની વાત કરીએ તો જીએસટી વગર સોનાના ભાવ 10 ગ્રામના 47,300 થી 48,450 બોલાયા હતા..
જ્યારે આજે એક અમેરિકન ડોલરનો ભાવ 75.68 પૈસા બોલાયા હતા.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com